Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

ફી-રીફંડ _ ગ્રુપ-A અને ગ્રુપ-B ભરતી

Full Details / Notification

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

( ગ્રુપ-A અને ગ્રુપ-B )


જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૪૨૫


જાહેરાત ક્રમાંક:૩૭૮/૨૦૨૪૨૫ “ગુજરાત ગૌણ સેવા“ વર્ગ-૩, સંવર્ગની ( ગ્રુપ-A અને ગ્રુપ-B ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની “ફી-રીફંડ“ કરવા અંગેની અગત્યની સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૩૭૮/૨૦૨૪૨૫ “ગુજરાત ગૌણ સેવા“ વર્ગ-૩, સંવર્ગની ( ગ્રુપ-A અને ગ્રુપ-B ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) ની પ્રાથમિક પરીક્ષા તા.૧૬/૦૯/૨૦૨૬ થી તા.૨૯/૦૯/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન MCQ-CBRT (Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવેલ. પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ફી પોતાના જ બેન્ક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને તા.૧૫/૧૦/૨૦૨૬ (સમય ૧૪-૦૦ કલાક) થી તા.૨૨/૧૦/૨૦૨૬ (સમય ૨૩-૫૯ કલાક) સુધીમાં બેન્ક એકાઉન્ટની નિયત વિગતો નીચેની લિંકમાં જઈને ભરવા આથી જણાવવામાં આવે છે.


સદર પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને નોંધ લેવા તથા નિયત સમયમર્યાદામાં વિગતો અચૂકપણે ભરી લેવા આથી જણાવવામાં આવે છે. ફી-રીફંડ કરવા અંગેની નિયત થયેલ મુદ્દત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ નોંધ લેવી.


Document

1. Hall Ticket

2. Bank Passbook / Chequebook